🔥 ट्रेंडिंग कर्नाटक ने अंध्रा के खिलाफ रणजी ट्रोफ़... Rajasthan के BJP ने ग्राम पंचायत को 5... कांग्रेस ने मोदी सरकार पर तमिलनाडु में... मिल्की मिस्ट ने पनीर उत्पादों पर एफएसए... गुजरात के सीएम विजय रूपाणी ने राहुल गा... शिवराज ने कहा, निर्वाचन क्षेत्र में अन...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ્સ અને બાલનગરીનું ઉદ્ઘાટન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 11:45 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં યોજાઈ રહેલા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં સ્થાનિક કલા-કારીગરી, પરંપરાગત વાનગીઓ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ્સ અને બાલનગરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે..

અમદાવાદમાં આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ પરિસરમાં સ્થાનિક કલા-કારીગરી અને પરંપરાને પ્રોત્સાહન આપતા હસ્તકલા બજાર,ગુજરાતના વૈવિધ્યસભર સ્વાદ પીરસતા ફૂડ સ્ટોલ્સ તેમજ બાળકોના મનોરંજન માટે ખાસ તૈયાર કરાયેલ બાલનગરી-કિડ્સ ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સ્થાનિક કારીગરો,સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને તેમના કૌશલ્યના પ્રદર્શન અને આજીવિકા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે..

આનાથી તેમને પોતાની પ્રતિભા દર્શાવવાની અને આર્થિક રીતે સક્ષમ બનવાની તક મળશે.પરિવાર અને બાળકો સાથે આવતા પ્રવાસીઓ તથા ખેલૈયાઓ અહીં ગુજરાતના કલાત્મક હસ્તશિલ્પ, પારંપરિક વાનગીઓ અને વિવિધ આકર્ષણોનો ઉત્સાહપૂર્વક આનંદ માણી શકશે.આ બજાર અને ઝોન નવરાત્રિના ઉત્સાહમાં વધારો કરશે અને મુલાકાતીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરશે.
📲Get App