🔥 TRENDING Delhi Police Tighten Security as CJP P... Injury marks found on Ranthambore tige... सरपंच पद के लिए एक करोड़ रुपये दान का... बंगले में दुर्घटना होने की आशंका সোদপুরে নাটাগড়ে সুবর্ণ জয়ন্তী বর্ষে... वाराणसी: चाइनीज मांझे से बाइक सवार की...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્ટીલ કોઈલમાંથી ૬૯૬ કિલો પોસડોડા ઝડપી પાડ્યા, ૧.૪૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 11 Oct 2026, 12:00 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે મોટી કાર્યવાહી કરતા સ્ટીલ કોઈલની આડમાં છુપાવેલો ૬૯૬.૯૪૦ કિલોગ્રામ પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થની અંદાજિત કિંમત ₹૧.૪૭ કરોડથી વધુ આંકવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ટ્રકમાંથી સ્ટીલ કોઈલની આડમાં છુપાવેલો ૬૯૬.૯૪૦ કિલોગ્રામ પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થની અંદાજિત કિંમત ₹૧.૪૭ કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ પોસડોડા ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી આપી નથી. LCB ની ટીમ વધુ તપાસ કરી રહી છે.

આ ઝડતી દરમિયાન પોલીસે ટ્રક, સ્ટીલ કોઈલ અને પોસડોડાનો જથ્થો મળી કુલ ₹૧.૪૭ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
📲Get App