આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વિરમગામની મંગલમ સોસાયટીની લીધી મુલાકાત
અમદાવાદ જીલ્લાના વિરમગામમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ વિરમગામની મંગલમ સોસાયટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન ચાલીસા પાઠના માધ્યમથી ધાર્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો હતો. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ