🔥 TRENDING ಬೆಂಗಳೂರಿನ ಮಲ್ಲೇಶ್ವರಂನಲ್ಲಿರುವ ಪಕ್ಷದ ಕೇಂ... తణుకులో ప్రజాసంఘాల నిరసన: ఢిల్లీలో అరె... सदरी पंचायत के सरपंच पद के प्रत्याशी द... नवरात्रि के दौरान पशु परिवहन और वध संब... Shivraj Singh Urges All Governments to... Kanak News Covers Jantarmantar Protest...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત અમરેલી તાલુકા પોલીસે શોધી કાઢેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 11 Oct 2026, 06:48 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“તેરા તુજકો અર્પણ” અંતર્ગત અમરેલી તાલુકા પોલીસે શોધી કાઢેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો

_અમરેલી, તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ -_ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસને એક સફળતા મળી છે.

અરજદારશ્રી ઉમેશભાઈ સનાભાઈ સોલંકી, રહે. વડેરા, તા.જિ. અમરેલી નો પડી ગયેલ મોબાઈલ ફોન અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસના આધારે શોધી કાઢ્યો હતો.

આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉક્ત મોબાઈલ ફોન તેના મૂળ માલિક અરજદારશ્રી ઉમેશભાઈને સહિ-સલામત પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો મોબાઈલ પરત મળતા અરજદારશ્રીએ અમરેલી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App