🔥 ट्रेंडिंग ग्वालियर में तलाक के बाद पूर्व पति पर... बांसवाड़ा के त्रिपुरा सुंदरी मंदिर में... मोरीगांव जिला: मोइबार सीएचसी में डॉक्ट... अजय नवरात्रि का पहला दिन था बहुत अच्छी... कोयला मंत्रालय ने मेघालय में खनन पुनः... केंद्र ने मेघालय में छोटे पैमाने के को...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઇડર-હિંમતનગર રોડ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત,વાહનવ્યવહાર ખોરવાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 05:22 PM 👁 46
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડર રોડ દોલગઢ પાટિયા પાસે બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો,જેના પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો..

સાબરકાંઠામાં:-
ઇડર-હિંમતનગર રોડ પર દોલગઢ પાટિયા નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર બે કાર વચ્ચે થયેલી અતિ જોરદાર ટક્કરના કારણે આ અકસ્માત બન્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બંને કારની ટક્કર એટલી ભયાનક હતી કે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય સર્જાયું હોય તેવું લાગી રહ્યું હતું..

આ અકસ્માતના કારણે ઇડર-હિંમતનગર રોડ પર વાહનવ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી..

પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી વાહનવ્યવહારને પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી.આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App