🔥 TRENDING आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... आसिका में बस कंडक्टर पर जानलेवा हमला,... अलीगंज में दुर्गा पूजा के कारण यातायात... Biligirirangana Betta Tiger Reserve Se... Amnesty Criticizes Punjab's New Anti-T... Kochi cyclist Kezia Varghese finishes...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વીરજીભાઈ ઠુમરના અવસાન પર અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 04:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્રના લોકપ્રિય સહકારી આગેવાન અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજીભાઈ ઠુમરના દુઃખદ અવસાન બાદ અમરેલી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..

સૌરાષ્ટ્રના લોકપ્રિય સહકારી આગેવાન ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એવા વીરજીભાઈ ઠુમરના દુઃખદ અવસાનથી ભારે શોક છવાયો છે.તેમના નિધનથી પક્ષ અને સહકારી ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે..

આ દુઃખદ પ્રસંગે અમરેલી ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉકટર તુષાર ચૌધરીએ સ્વર્ગસ્થ વીરજીભાઈ ઠુમરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.આ કાર્યક્રમમાં અનેક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમયે ડૉકટર તુષાર ચૌધરીએ દિવ્યાત્માને ભગવાન પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. ઓમ્ શાંતિ...
📲Get App