शिक्षा
સાબરકાંઠા: સાગપુર શાળામાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભા નિખરી..
यहाँ देखें:
📘 Facebook
તલોદ તાલુકાના સાગપુર ખાતે શ્રી જે. કે. સર ઉચ્ચતર માધ્યમિક શાળામાં આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક નમૂનાઓ અને પ્રયોગો રજૂ કર્યા..
સાબરકાંઠાના-:
તલોદ વિધાનસભા મતવિસ્તારના સાગપુર મુકામે આવેલ શ્રી જે.કે.સર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન–૨૦૨૬-૨૭ અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ વૈજ્ઞાનિક નમૂનાઓ અને નવીન પ્રયોગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું..
વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરી હતી.તેમની પ્રતિભા,જિજ્ઞાસા અને નવીન વિચારો જોઈને આનંદની લાગણી અનુભવાઈ હતી.વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવા તથા તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.આ સુંદર આયોજન બદલ આયોજકો,શિક્ષકગણ અને શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.