🔥 TRENDING Farmer Dies After Snakebite Treatment... यूपी में अब बारिश से नुकसान का 24 घंटे... सिराज भाई ने नाना ग्राम पंचायत से सरपं... कांग्रेस सांसद पर यौन उत्पीड़न के आरोप... Narrow‑Gauge Trains on Pathankot‑Jogin... Pathankot to Host Global Dialogue Hub...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણાના જોળવા ગામમાં ૨૩ વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 Oct 2026, 11:41 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં ૨૩ વર્ષીય યુવક તેજસ રાજેન્દ્રભાઈ પાટીલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવક તેજસ રાજેન્દ્રભાઈ પાટીલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક તેજસ પોતાના રહેણાંક મકાનના રૂમમાં પંખાના હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઇને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

આ ઘટના અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુના સાચા કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
📲Get App