🔥 TRENDING Nani Unveils Nithiin’s Romance Film ‘A... Official Trailer of Horror Film 'The E... IIT Bombay Tightens Exam Malpractice R... Mumbai experiences first post‑monsoon... Business Standard Publishes Feature “W... BGPM and Gorkhaland Apex Committee Hol...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: કાઠમા ગામે તળાવમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 11:58 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના કાઠમા ગામે વાય (આંચકી) આવતાં તળાવમાં પડી જવાથી એક પ્રૌઢનું દુઃખદ મોત થયું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના કાઠમા ગામે એક દુઃખદ ઘટના બની છે, જેમાં વાય (આંચકી) આવવાને કારણે તળાવમાં પડી જવાથી એક પ્રૌઢનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ઓઘવભાઈ નાથાભાઈ ઝાપડા (ઉંમર ૫૮ વર્ષ) કાઠમા ગામથી રાંઢિયા ગામ જવાના રસ્તે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે પોતાના માલ-ઢોર ચરાવી રહ્યા હતા. તે સમયે તેમને અચાનક વાય (આંચકી) આવતાં તેઓ નજીકના તળાવમાં પડી ગયા હતા.

તળાવના પાણીમાં ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે મેહુલભાઈ વીહાભાઈ ઝાપડા (ઉંમર ૩૪ વર્ષ) દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે.

આ બનાવ સંદર્ભે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી. વી. ડાભી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App