🔥 TRENDING Delhi Police Detention: Man Informed o... Uttar Pradesh minister accuses CJI of... Uttar Pradesh CM Yogi Adityanath Accep... Cafe Owner in Uttar Pradesh Dies After... ₹993 Crore NH10 Upgrade Plan Approved... Sikkim Democratic Front joins Delhi pr...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ, કાર્યકર્તાઓને સક્રિયતા રાખવા સૂચન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 06:36 PM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યક્રમો સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જેમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને સંગઠન પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા..

હિંમતનગર : ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા આગામી દિવસોમાં યોજાનાર સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન સંદર્ભે હિંમતનગર શહેરમાં એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંડલોની રચના, સંગઠન સંરચના, શક્તિ કેન્દ્ર અને બુથ સ્તરે સક્રિયતા વધારવા, 'મન કી બાત' કાર્યક્રમ અને અન્ય પક્ષ દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી..

બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પક્ષ દ્વારા સોંપાયેલ જવાબદારીઓમાં સક્રિયતા દાખવી સંગઠનાત્મક સંરચના પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.આગળની રણનીતિ અંગે માર્ગદર્શન આપતા, જિલ્લા પ્રમુખ અને પ્રભારીએ જણાવ્યું હતું કે શક્તિ કેન્દ્રના પ્રભારીઓએ પોતાના વિસ્તારોમાં પ્રવાસ કરવો, બુથ સ્તરે બેઠકો પૂર્ણ કરવી અને તમામ કાર્યક્રમોનું 'સરલ એપ' પર નિયમિત રિપોર્ટિંગ કરવું અનિવાર્ય છે.આ સૂચનોના પાલનથી સંગઠનની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે..

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, અશ્વિનભાઈ કોટવાલ, વિજય વણઝારા, જયેશભાઈ પટેલ, કમલેશ બારોટ, પ્રવીણસિંહ રહેવર, લોકેશ સોલંકી, જયેશભાઈ શાહ સહિત અનેક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ ભાજપમાં જિલ્લાના નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
📲Get App