🔥 TRENDING સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ગામડાંમાંથ... દિલ્હી જતા કોંગ્રેસ આગેવાનોની થરાદ-લાખ... દાહોદ: સીમલીયા-ઘોઘંબા-પાવાગઢ હાઈવે પરથ... લીલીયા મોટા માર્કેટ યાર્ડમાં ૧૨મી ઓક્ટ... દિલ્હી એરપોર્ટ પરથી અભિજીત દીપક સહિત અ... भागलपुर: पुलिस अधीक्षक ने बबरगंज थाना...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાના હિંડોરણા ગામે વેપારીને જમીન મામલે જાનથી મારી નાખવાની ધમકી
Crime

રાજુલાના હિંડોરણા ગામે વેપારીને જમીન મામલે જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 11:48 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલાના હિંડોરણા ગામે એક વેપારીને પોતાની માલિકીની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે પૂછતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, વેપારીના પુત્રને પણ ધમકાવવામાં આવ્યો હતો.

રાજુલાના હિંડોરણા ગામે રહેતા વેપારી આનુભાઈ ઉકાભાઈ મકવાણા (ઉ.વ. ૫૪) ને તેમની માલિકીની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે પૂછતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વેપારીએ ધર્મેશ ધનશ્યામભાઈ ઝીંઝાળા, ચિરાગ ઝીંઝાળા અને દીપક ધનશ્યામભાઈ ઝીંઝાળા સામે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, ફરિયાદી વેપારી નવી માંડરડી ગામે ગયા હતા. તે દરમિયાન સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં હિંડોરણા ગામે આવેલી તેમની માલિકીના સર્વે નંબર ૬૪ પૈકી ૩ તિરૂપતિ હાઉસિંગના પ્લોટ નંબર ૯ માંથી ટ્રેક્ટર અને જેસીબી વડે માટી ઉપાડીને નુકશાન કરવામાં આવ્યું હતું.

આ અંગે વેપારીએ આરોપી ધર્મેશ અને ચિરાગને પૂછતાં ધર્મેશે ઉશ્કેરાઈને કહ્યું કે, 'હવે જો માટી બાબતે પૂછશો તો જીવતો નહીં રહેવા દઉં' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપી દીપકે વેપારીના પુત્ર મહેશભાઈને ફોન કરીને 'તારા પિતાને સમજાવી દેજે ગાળો ન બોલે, નહીંતર મજા નહીં આવે' તેમ કહી ધમકી આપી હતી. આરોપીઓએ પ્લોટમાંથી માટી કાઢીને આશરે રૂ. ૪૦,૦૦૦ નું નુકશાન કર્યું હતું.

આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. જે. કાતરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. વારંવાર ધમકી આપવામાં આવતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
📲Get App