🔥 TRENDING HD Kumarswamy Calls for Immediate Halt... Supreme Court orders release of 3,000... Karnataka CM D.K. Shivakumar urges Jna... Minister Madhu Bangarappa assures Gruh... समाजवादी पार्टी ने मनाई नेताजी मुलायम... जिलाधिकारी एवं पुलिस अधीक्षक ने जिला न...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી: ઠેબી ડેમમાં કાર ખાબકતા મધરાતે ફાયર વિભાગ દોડતું થયું, તપાસ ચાલુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 01:28 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેર નજીક આવેલા ઠેબી ડેમમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર પાણીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

અમરેલી શહેરની ભાગોળે આવેલા ઠેબી ડેમ ખાતે ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક Creta કાર ડેમના પાણીમાં ડૂબી ગઈ હોવાનો અહેવાલ મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 9 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 11:12 કલાકે ગુજરાત સરકારના 112 ઈમરજન્સી નંબર પર આ અંગે કોલ આવ્યો હતો. ત્યારબાદ 112 દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. રાતના અંધારામાં કાર પાણીમાં અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી હતી.

હાલ કાર કયા કારણોસર ડેમમાં ખાબકી, કારમાં કેટલા લોકો સવાર હતા અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલુ છે. ડેમ વિસ્તારમાં રાત્રિના સમયે અવરજવર ટાળવા અને અફવાથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
📲Get App