🔥 ट्रेंडिंग વિજ પાવરના ધાંધીયા અમદાવાદ: વોર્ડ નં. 17માં વિકાસના કામો... दो तीन दुकानों की कोई अनुमति जेडीए द्व... शिव भक्तों ने 5 घंटे में 150 किमी की ड... ध्रुव राठी की हिरासत की खबर के बाद दिल... शिवराजपुर चौराहे पर गंदगी का अंबार, प्...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ધરમપુર-કપરાડાનાં આદિજાતિ વિસ્તાર માટે મહાત્વાકાંક્ષી યોજના

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 10 अक्टू. 2026, 03:00 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ધરમપુર-કપરાડાનાં આદિજાતિ વિસ્તાર માટે મહાત્વાકાંક્ષી યોજના; મુખ્યમંત્રીશ્રીએ ₹1,331 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી...

આ યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર સુંધી પમ્પિંગ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનાં 17,000 હેક્ટર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે...

આ યોજના કુલ 500 ક્યુસેક પાણીની ક્ષમતા સાથે કાર્ય કરશે; વાર્ષિક 100 દિવસના સંચાલન સમયગાળા દરમિયાન બે નિયુક્ત ઝોનમાં 15 દિવસના રોટેશનલ સપ્લાય ચક્ર મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે...

કુલ 46 ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે; માત્ર ખેતર સ્તરે સીધું પાણી વિતરણ કરવાને બદલે લિફ્ટ કરાયેલું પાણી 26 ગામ તળાવો અને 81 ચેકડેમોમાં છોડવામાં આવશે...
📲Get App