🔥 ट्रेंडिंग टीकमगढ़ पॉलीटेक्निक में कैरियर एवं उद्... દિયોદર પાસે અકસ્માત सागर संभाग: कमिश्नर ने जारी की विभागीय... पश्चिम बंगाल ने NICDC के साथ दर्गापुर... टीकमगढ़ में सेवा संकल्प अभियान के तहत... बिहार सरकार ने तख्त पटनासाहिब के साथ प...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઇલોલ ગામે શાંતિ સમિતિની બેઠક: નવરાત્રી અને લગ્ન સિઝનમાં એકતા જાળવવા અપીલ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 09 अक्टू. 2026, 07:30 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઇલોલ ગામે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ગામના આગેવાનો અને પોલીસ અધિકારીઓએ નવરાત્રી તથા લગ્ન સિઝન દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા પર ભાર મૂક્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ઇલોલ પોલીસ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાનો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. અને પી.એસ.આઈ. તેમજ ઇલોલ આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગામમાં એકતા,ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો હતો.ખાસ કરીને આગામી નવરાત્રીના તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન કોમી એકતા અને પરસ્પર સુમેળ જળવાઈ રહે તે માટે સૌ નાગરિકોએ સહકાર આપવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગોએ શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે સંકલન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો..

આ ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવા નિમાયેલા ઇન્ચાર્જ પી.આઈ. અને પી.એસ.આઈ.નો ગામના આગેવાનો સાથે પરિચય કેળવવા માટે પણ આ બેઠક એક ઉત્તમ માધ્યમ બની રહી.તેનાથી સ્થાનિક પોલીસ અને સમુદાય વચ્ચે વિશ્વાસ અને સહકારનું વાતાવરણ વધુ ગાઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી.સમગ્ર બેઠકનો સાર એ હતો કે ગામમાં શાંતિ, સલામતી અને ભાઈચારાનું વાતાવરણ સતત જાળવી રાખવું અને તહેવારો તથા સામાજિક પ્રસંગો દરમિયાન સૌના સહયોગથી એક સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવું.
📲Get App