🔥 TRENDING Meghalaya MP James Sangma to raise ang... होप के शतकीय पारी से वेस्टइंडीज ने हास... Meghalaya Cites Teacher Shortage and L... Meghalaya mid‑day meal cooks threaten... સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્મ... मराठी चित्रपट इंडस्ट्री बचाव आंदोलन सा...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા ની સુરક્ષા

સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા ની સુરક્ષા

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 10:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા ની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે : જાફરાબાદ મરીન પોલીસ જુદી જુદી એજન્સીઓ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ મોક ડ્રીલ

સાગર કવચ' અથવા સાગર સુરક્ષા કવચ માછીમારોને જાગૃતી અભિયાન અંતર્ગત મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી નિયંત્રણ હેઠળના જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ બંદર, નવાબંદર, સૈયદ રાજપરા, સીમર બંદર, ખાતે દરિયાઈ સલામતી માટે બે દિવસ સાગર સુરક્ષા કવચ નું આયોજન ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે યોજાતી એક અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ મોક ડ્રીલ કવાયત વ્યૂહાત્મક બંદર એવા જાફરાબાદ અને તેના આસપાસના દરિયાઈ વિસ્તારો જેમ કે સરકેશ્વર બીચ‌ આ સુરક્ષા અભિયાનનો એક મુખ્ય ભાગ રહે છે.૨૬/૧૧ના આતંકવાદી હુમલા બાદ દેશના દરિયાકાંઠાની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા વર્ષમાં બે વાર આ સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવે છે. આ મોક ડ્રીલ કવાયતમાં દરિયાઈ સલામતી સાથે જોડાયેલ તમામ એજન્સીઓ જેવીકે ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, ફિશરીઝ અને મેરી ટાઈમ બોર્ડ દ્વારા દરીયા માં પેટ્રોલિંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું આ અભિયાન દરમ્યાન સાગરખેડૂ ઓ સંકટ સમયે કે કોઈ શંકાસ્પદ બોટ દેખાઈ તે સમયે કોસ્ટ ગાર્ડ ના ટ્રોલ ફ્રી નંબર ૧૦૯૩ પણ જાણ કરવા માટે તેમજ સમાજના આગેવાનો, બોટ એસોશીએસનના પ્રમુખ તથા બોટ માલિકો એ પણ કોસ્ટ ગાર્ડ ના ટ્રોલ ફ્રી નંબર નો ઉપયોગ કરવો માછીમારોને કોઈ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી કોઈ પણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાસ્પદ બોટ વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો સ્થાનિક મરીન પોલીસ નેવીનો તાત્કાલિક સંપર્ક જણાવવામાં આવેલ આ અભિયાન દરમ્યાન માછીમારોની બોટો જાળ તથા માછીમારો ને હાનિ ન પહોંચે તે માટે આ સમયગાળા દરમ્યાન માછીમારોને જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો આ મોક ડ્રીલ દરમિયાન મરીન પોલીસ દ્વારા દરિયાઈ માં પેટ્રોલિંગ
આયોજનનો મુખ્ય હેતુ
આતંકવાદી ઘૂસણખોરી અટકાવવી: દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી.એજન્સીઓ વચ્ચે સંકલન: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ‌ ICG, ભારતીય નૌસેના Navy , મરીન પોલીસ, સ્થાનિક પોલીસ, કસ્ટમ્સ, ઇન્ટેલિજન્સ બ્યુરો IB અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ GMB જેવી ૧૭થી વધુ એજન્સીઓ વચ્ચે આપત્તિ સમયનું સંકલન ચકાસવું.તત્પરતાની ચકાસણી સુરક્ષા દળોના જવાનોની એલર્ટનેસ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP નું વાસ્તવિક મૂલ્યાંકન કરવું.
કવાયત દરમિયાન થતી મુખ્ય પ્રવૃત્તિઓ

રેડ અને બ્લુ ટીમમાં વિભાજન: સુરક્ષા દળોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. 'રેડ ટીમ' નકલી આતંકવાદી બનીને દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે 'બ્લુ ટીમ' મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તેમને શોધીને તટસ્થ કરવાનું કામ કરે છે.સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ: જાફરાબાદ મરીન પોલીસ દ્વારા સ્થાનિક જેટી, બંદરો અને શંખેશ્વર બીચ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સરહદોની જેમ ચોકી પહરો અને બોટ ચેકિંગ સખત કરવામાં આવે છે.
માછીમારોની જાગૃતિ: આ કવાયત અંતર્ગત જાફરાબાદ મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દરિયાઈ સુરક્ષા માટે યોજાયેલ સાગર સુરક્ષા કવચ સાથે માછીમારોને જાગૃત કરવામાં આવ્યા હતા
📲Get App