🔥 TRENDING Parvathy Delves into the Humanity of U... Tripura NEET UG 2026 Round 3 Seat Matr... Delhi-bound trains cancelled as securi... Minorities Commission Summons Punjab D... Former Akali leader Roop Kaur Sandhu d... Three Girls Electrocuted on School Roo...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાલપુર: રીંઝપર રોડ પર ઘોડી સાથે રીલ્સ બનાવતાં બાઈકસવારની ટક્કરથી વૃદ્ધ કોમામાં

✍️ Reporter: Vikram L 🗓 09 Oct 2026, 01:42 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાલપુરના રીંઝપર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઘોડી સાથે રીલ્સ બનાવતાં બાઈકસવારની અડફેટે આવી જતાં એક વૃદ્ધ વ્યક્તિ કોમામાં સરી પડ્યા છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંઝપર ગામ નજીક જાહેર રસ્તા પર ઘોડી સાથે રીલ્સ બનાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, જયદીપભાઈ ખીમાભાઈ વસરા અને તેની સાથેના એક યુવક દ્વારા કાળી ઘોડી સાથે વીડિયો ઉતારવામાં આવતો હતો, ત્યારે ઘોડીએ અચાનક કૂદકો મારતાં ત્યાંથી બાઈક નં. (GJ-10-DD-7191) પર પસાર થતા હેમભા જાડેજા (ઉ.વ. 60) નીચે પટકાયા હતા. તેમને માથા, છાતી સહિતના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા અને તેઓ કોમામાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે જયદીપભાઈ સહિત અન્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
📲Get App