🔥 ट्रेंडिंग કરનાળી કુબેર ભંડારી મંદિર પર અમાસ ના દ... बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... अलावलपुर की बेटी ने 'मिसेज बिहार 2026'... સુરતમાં મેટ્રો કામગીરીને કારણે 12 ઓક્ટ... માળિયા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત:... સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલો...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ઈડર: અરોમા સ્પા સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 09 अक्टू. 2026, 08:58 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઈડર બસ સ્ટેન્ડ સામે આવેલ અરોમા સ્પાના સંચાલક દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે..

સાબરકાંઠાના-:
ઈડર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે.આવા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.તાજેતરમાં ઈડર બસ સ્ટેન્ડ સામે આવેલ અરોમા સ્પાના સંચાલક દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર અરોમા સ્પાના સંચાલક દ્વારા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની શંકા છે..

આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં,પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સ્પા સંચાલક દ્વારા જાહેરનામાનો ભંગ થયો હોવાનું જણાયું હતું.આ બનાવને પગલે ઈડર પોલીસે અરોમા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ મામલે અન્ય કોઈ કાયદાકીય જોગવાઈઓનો ભંગ થયો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
📲Get App