🔥 ट्रेंडिंग डिबीसीके ने नागालैंड में ‘इउफ़ोरिया’ क... नागालैंड विश्वविद्यालय के चार प्रोफेसर... मनिपुर की उपमुख्यमंत्री नेमचा किपगें न... सुप्रीम कोर्ट ने टेंडर विवाद के बीच 63... मणिपुर में वन विभाग ने 307 हेक्टेयर पॉ... ड्यूटी पर रील बनाने में मशगूल पुलिसकर्...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૪૬ સ્ટાફ નર્સની ભરતી માટે આઉટસોર્સિંગને મંજૂરી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 अक्टू. 2026, 11:10 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકાર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુશ્રૂષા વધુ ગુણવત્તાસભર અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૧૪૬ સ્ટાફ નર્સની ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી અપાઈ.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુશ્રૂષા વધુ ગુણવત્તાસભર અને ઝડપી બનાવવાના હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય મુજબ, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ (વર્ગ-૩)ની ખાલી પડેલી ૧૪૬ જગ્યાઓ પર માન્ય એજન્સી મારફતે આઉટસોર્સિંગથી તાત્કાલિક ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવશે.

આ મંજૂરી મળવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રાઉન્ડ ધ ક્લોક સંભાળ અને ક્રિટિકલ કેર સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ પગલાંથી દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે તેવી અપેક્ષા છે.
📲Get App