🔥 ट्रेंडिंग ഹൃദയതാളം' മലപ്പുറത്ത് ആരംഭിച്ചു. हरियाणा ने गुरुग्राम की 100 सड़कों के... दिल्ली की वायु गुणवत्ता में सितंबर में... Kushi Shiv and Ramika Shiv Launch New... ଭୁବନେଶ୍ୱରରେ ଏକତରଫା ପ୍ରେମରୁ ଯୁବତୀଙ୍କ ଉପ... Actress Tanvi Rao, Star of ‘Lakshmi Ba...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજુલામાં ‘રક્તસેવક બાઈક રાઈડ’નું ભવ્ય સ્વાગત

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 09 अक्टू. 2026, 05:18 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના 34 જિલ્લાઓમાં રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે નીકળેલી **‘રક્તસેવક બાઈક રાઈડ–2026’**નું ગુરુવારે રાજુલામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

🩸 રાજુલામાં ‘રક્તસેવક બાઈક રાઈડ’નું ભવ્ય સ્વાગત

‘હર ઘર રક્તદાતા’ના સંકલ્પ સાથે 34 જિલ્લાઓમાં જનજાગૃતિ અભિયાન, 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે પૂર્ણ

રાજુલા: રાષ્ટ્રીય રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના 34 જિલ્લાઓમાં રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે નીકળેલી **‘રક્તસેવક બાઈક રાઈડ–2026’**નું ગુરુવારે રાજુલામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સદભાવના યુવા ગ્રુપ અને બાપા સીતારામ સેવા સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં શહેરના સેવાભાવી યુવાનો, સામાજિક આગેવાનો અને રક્તસેવકો જોડાયા હતા.

આ રક્તસેવક બાઈક રાઈડનો પ્રારંભ તા. 1 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં ફરીને જનજાગૃતિ ફેલાવતી આ યાત્રા તા. 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે.

યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. ભાવનગર તરફ આગળ વધી રહેલી આ યાત્રાનું રાજુલામાં નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના કમલેશભાઈ સરવૈયા, સંજયભાઈ સરવૈયા, સાગરભાઈ સરવૈયા, સમીરભાઈ કનોજીયા સહિતના આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

‘હર ઘર રક્તદાતા’નો સંકલ્પ

રક્તસેવક બાઈક રાઈડનો મુખ્ય ઉદ્દેશ 100 ટકા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવો, લોકોને રક્તદાન માટે જાગૃત કરવા તેમજ રક્તની જરૂરિયાત ઊભી થવાના વિવિધ કારણો અંગે સમાજમાં સમજણ વધારવાનો છે. ખાસ કરીને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ, થેલેસેમિયા, સિકલ સેલ અને કેન્સર જેવા રોગો અંગે જનજાગૃતિ, એનિમિયા નાબૂદી તથા દરેક વ્યક્તિ પોતાનું બ્લડ ગ્રુપ જાણે તે માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે.

યાત્રા સાથે જોડાયેલા રક્તસેવકોએ જણાવ્યું હતું કે દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ રક્તદાતા બને અને દરેક ઘર રક્તદાતાનું ઘર બને તેવા સંકલ્પ સાથે આ અભિયાન આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત લોકોને ભારત સરકારની ‘e-RaktKosh’ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતના સમયે રક્તની ઉપલબ્ધતા અંગે સરળતાથી માહિતી મેળવી શકાય.

આ કાર્યકમ માં તબીબો ની ટીમ જોડાઈ

આ જનજાગૃતિ યાત્રામાં વડોદરાથી ડો. મનીષભાઈ વિડજા અને ડો. ધર્મેન્દ્ર પટેલ સહિત સમગ્ર ટીમ જોડાઈ છે. તબીબોએ જણાવ્યું હતું કે આ યાત્રાનો હેતુ લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાનો છે. યાત્રા દરમિયાન ગામે ગામ અને શહેરે શહેર લોકોને રક્તદાન અંગે સમજાવવામાં આવી રહ્યું છે. અનેક સ્થળોએ લોકો દ્વારા રક્તદાન અને બ્લડ સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, જેના જવાબો આપી યોગ્ય માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજુલામાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમ દરમિયાન સેવાભાવી યુવાનો અને સામાજિક આગેવાનોએ સ્વૈચ્છિક રક્તદાનના સંદેશને જનજન સુધી પહોંચાડવા તથા ‘હર ઘર રક્તદાતા’ના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનવાની અપીલ કરી હતી.
📲Get App