🔥 TRENDING Maharashtra CM Fadnavis Warns of Water... Allahabad HC Stays ₹12.5 Lakh After Si... Apple Slashes iPhone 18 Pro Production... Jewar Airport Near Noida Officially Na... Madhya Pradesh MLA Phool Singh Baraiya... North Western Railway Cancels 13 Train...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાની અસર: લાકડાના ભાવમાં ૩૦% નો ઉછાળો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 09 Oct 2026, 03:15 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના ભાવ વધારા અને અછતને કારણે લાકડાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે તેના ભાવમાં છેલ્લા છ મહિનામાં ૫૦ થી ૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને કારણે લાકડાના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. વેપારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, અગાઉ જ્યાં ૨૦ કિલો લાકડાનો ભાવ આશરે રૂ. ૧૦૦ હતો, તે વધીને હાલમાં રૂ. ૧૫૦ થી ૧૬૦ સુધી પહોંચી ગયો છે.

ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે હવે શહેરી વિસ્તારોમાં પણ લોકો લાકડાની ખરીદી તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થવા, તેના ભાવમાં સતત વધારો થવો અને ઘરગથ્થુ જરૂરિયાતો માટે વૈકલ્પિક ઈંધણની જરૂરિયાતને કારણે ઘણા પરિવારોએ લાકડાનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પરિસ્થિતિને કારણે બજારમાં લાકડાની માંગમાં અચાનક વધારો થયો છે.

સાવરકુંડલામાં છેલ્લા ૩૦ વર્ષથી લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા તોફિકભાઈ કુરેશીએ જણાવ્યું કે, તેઓ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડાની ખરીદી કરીને તેનું વેચાણ કરે છે. સાવરકુંડલામાં આવેલી લોખંડની અનેક ઇન્ડસ્ટ્રીઝમાં પણ લાકડાનો ઉપયોગ થાય છે, અને હવે સામાન્ય લોકો પણ ઘરવપરાશ માટે લાકડાની ખરીદી કરી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, લગભગ ૭ મહિના પહેલા ૨૦ કિલો લાકડાનો ભાવ રૂ. ૧૦૦ ની આસપાસ હતો, પરંતુ હાલમાં માલની અછત અને માંગમાં થયેલા વધારાને કારણે ભાવ રૂ. ૧૫૦ થી ૧૬૦ સુધી પહોંચ્યો છે. આમ, છ મહિનાના ટૂંકા ગાળામાં ભાવમાં અંદાજે ૫૦ થી ૬૦ ટકાનો વધારો થયો છે. લાકડાના આ વધેલા ભાવથી તેનો ઉપયોગ કરતા ગ્રાહકોના ઘરખર્ચ પર પણ સીધી અસર પડી રહી છે.
📲Get App