🔥 TRENDING Meghalaya MP James Sangma to raise ang... होप के शतकीय पारी से वेस्टइंडीज ने हास... Meghalaya Cites Teacher Shortage and L... Meghalaya mid‑day meal cooks threaten... સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્મ... मराठी चित्रपट इंडस्ट्री बचाव आंदोलन सा...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રધાનમંત્રી મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ: ગુજરાત મંત્રીમંડળ દ્વારા અભિનંદન પ્રસ્તાવ..
Politics

પ્રધાનમંત્રી મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ: ગુજરાત મંત્રીમંડળ દ્વારા અભિનંદન પ્રસ્તાવ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 10:14 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય મંત્રીમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સર્વાનુમતે અભિનંદન પ્રસ્તાવ પસાર કર્યો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સર્વાનુમતે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ થયેલી જાહેરજીવનની આ યાત્રાના ૨૫ વર્ષોમાં મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને દેશના પ્રધાનમંત્રી તરીકે ૧૨ વર્ષ સેવા આપી છે. આ યાત્રા દરમિયાન તેમણે સત્તા કરતાં સેવાને શાસનના કેન્દ્રમાં રાખીને 'રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પને સાકાર કરવા અવિરત કાર્ય કર્યું છે.ભૂકંપ,દુષ્કાળ અને વીજળી-પાણીની અછત જેવા પડકારોનો સામનો કરતા ગુજરાતને તેમણે વિકાસના નવા માર્ગે આગળ વધાર્યું અને રાજ્યની પ્રગતિને નવી ગતિ આપી. જ્યોતિગ્રામ યોજનાથી ઘર-ઘર સુધી ૨૪ કલાક વીજળી પહોંચાડવામાં આવી અને રાજ્યની સ્થાપિત વીજક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને ૭૧,૯૬૫ મેગાવોટ થઈ. સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા જળ સંચય અને જળ વિતરણને નવી દિશા મળી,જેના પરિણામે ગુજરાતના જળ વ્યવસ્થાપનને નવી ઓળખ મળી..

વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા રાજ્યને ‘ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઓળખ મળી. લખપતિ દીદી, ખિલખિલાટ અને અભયમ જેવી પહેલોથી નારીશક્તિના સશક્તિકરણને વેગ મળ્યો, જ્યારે વનબંધુ કલ્યાણ યોજના અને ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા વિકાસના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો. ગુજરાતનું વિકાસ મોડલ રાષ્ટ્રીય સ્તરે વિવિધ યોજનાઓ માટે પ્રેરણારૂપ બન્યું. ‘મા અમૃતમ’માંથી આયુષ્માન ભારત, ‘નિર્મળ ગુજરાત’માંથી સ્વચ્છ ભારત મિશન, ‘કન્યા કેળવણી’માંથી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ‘ખેલ મહાકુંભ’માંથી ‘ખેલો ઇન્ડિયા’ જેવી પહેલોને વેગ મળ્યો.નરેન્દ્ર મોદીને વિશ્વના ૩૬થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ ગૌરવ સન્માનથી નવાજવામાં આવ્યા છે.ગુજરાતના પનોતા પુત્રની વડનગરથી વિશ્વસ્તર સુધીની આ યાત્રા સાડા છ કરોડ ગુજરાતીઓ માટે ગૌરવની લાગણી સાથે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા છે. 'We will do it' ના મંત્ર સાથે દેશના વિકાસ, સુરક્ષા અને ગૌરવ માટે સમર્પિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વને ગુજરાત રાજ્ય મંત્રીમંડળે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં.
📲Get App