🔥 TRENDING German Traveler Shares Solo Trip Wisdo... Top 6 Indian OTT Series to Stream This... Mirzapur: The Movie to Debut on OTT –... Nine New Movies and Shows Drop on Netf... Prabhas Stars in 'Fauzi' Trailer as In... Doraemon Film Set to Debut in Indian C...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નિકોલમાં કેક પર લખાણ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઝઘડો, દુકાનદાર પર હુમલો
Crime

નિકોલમાં કેક પર લખાણ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઝઘડો, દુકાનદાર પર હુમલો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 09 Oct 2026, 12:20 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિકોલમાં એક બેકરીમાં કેક પર લાલને બદલે સફેદ અક્ષરે નામ લખાતા ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગ્રાહક સહિતના ટોળાએ દુકાનદાર પર હુમલો કર્યો હતો.

નિકોલ વિસ્તારમાં એક બેકરીમાં કેક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ગ્રાહકે કેકની ઉપર લાલ અક્ષરોમાં નામ લખાવવા જણાવ્યું હતું, પરંતુ દુકાનદારે ભૂલથી સફેદ અક્ષરોમાં નામ લખ્યું હતું. આ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

બોલાચાલી ઉગ્ર બનતાં ગ્રાહક સહિતના લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ ટોળાએ દુકાનદાર પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે બેકરીના દુકાનદાર યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે માર માર્યાની અરજી નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App