स्वास्थ्य
અમરેલી: નાના ગોખરવાળા ગામે આરોગ્ય કેમ્પ યોજાયો, ૯૦ લોકોના ટેસ્ટિંગ કરાયા
અમરેલી તાલુકાના નાના ગોખરવાળા ગામે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં HIV, સિફિલિસ અને હિપેટાઈટિસ-B સહિતના ૯૦ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં HRG, માઈગ્રન્ટ અને ટ્રાન્સપોર્ટ વર્કર સહિતના લોકોએ લાભ લીધો હતો.
અમરેલી તાલુકાના નાના ગોખરવાળા ગામે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વાંકિયા PHCના મેડિકલ ઓફિસર કિરણબેન શેલડીયા, CHO સોનલબેન માંગરોળીયા, MPHW હિરેનભાઈ રોકડ, FHW તબસુમબેન ભટ્ટી અને આંગણવાડી વર્કર ગીતાબેન ઠાકર સહિતનો આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
HCTCના કાઉન્સેલર રાજુભાઈ, SSKના PM ધનશ્યામભાઈ તથા LWSના CLW મૌલિકભાઈ, ZS પ્રિતીબેન અને વૈભવીબેન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કેમ્પ દરમિયાન કુલ ૯૦ જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં HIV, RPR, STI, સિફિલિસ અને હિપેટાઈટિસ-B જેવા મહત્વપૂર્ણ રોગોના નિદાન માટેના ટેસ્ટનો સમાવેશ થાય છે.
આરોગ્ય કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય HRG (High-Risk Group), માઈગ્રન્ટ અને ટ્રાન્સપોર્ટ વર્કર જેવા સમુદાયોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો. આ સમુદાયોના લોકોએ કેમ્પનો ભરપૂર લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોને HIV/AIDS, STI (Sexually Transmitted Infections) અને હિપેટાઈટિસ જેવા રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વધુમાં, લોકોને HIV/AIDS Act-2017 ની જોગવાઈઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈન નંબર ૧૦૯૭ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ વિશે પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.