🔥 TRENDING Bihar CM Samrat Chaudhary calls NDA Le... Rainfall deficit of up to 59% in 12 Ma... Rajasthan scrubs educational qualifica... સુરતમાં નાગરિકે જન્મદિવસની અનોખી રીતે... विकलांग दम्पति से 1.84 लाख की धोखाधड़ी... અમરેલી: યુવક પર ડોક પકડી માર માર્યા બા...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: ૧૪ પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 12:46 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી જાહેર હિતમાં ૧૪ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરાયા છે..

સાબરકાંઠામાં-:
પોલીસતંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવાના ઉમદા હેતુ સાથે મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે.જિલ્લા પોલીસવડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા બુધવારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો તથા વિભાગોમાં ફરજ બજાવતા ૭ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને ૭ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) મળી કુલ ૧૪ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરાયા છે.પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાએ થયેલી બદલીઓમાં ડી.એન. વસાવાને હિંમતનગર બી-ડિવિઝન PI થી સાયબર ક્રાઈમ, એચ.પી. ઝાલાને સાયબર ક્રાઈમ PI થી લીવ રિઝર્વ, જે.એલ. વાળાને લીવ રિઝર્વ (એટેચ સાયબર ક્રાઈમ) થી એનટી નાર્કોટિક્સ વિંગ, વી.એમ. ચૌધરીને હિંમતનગર ગ્રામ્ય PI (જેમને મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે), એસ.બી. ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશન PI થી AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ), ડી.વી. હડાતને ખેડબ્રહ્મા PI થી ચિઠોડા પોલીસ સ્ટેશન અને ડી.એન. સાધુને પોશીના PI થી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે..

પીએસઆઈ કક્ષાએ પણ મહત્વના ફેરફારો કરાયા છે. જેમાં આર.એલ. દેસાઈ (ચિઠોડા PSI) ને વિજયનગરના ઈન્ચાર્જ PI તરીકે, બી.ડી. રાઠોડ (વિજયનગર ઈન્ચાર્જ PI) ને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PI નો ચાર્જ, અર્જુન વી જોષી (જિલ્લા ટ્રાફિક PSI) ને હિંમતનગર બી-ડિવિઝનના ઈન્ચાર્જ PI તરીકે એન બી વાઘેલા (સિટી ટ્રાફિક PSI) ને પોશીનાના ઈન્ચાર્જ PI તરીકે જવાબદારી સોંપાઈ છે.આ ઉપરાંત એ.પી. માળીની બી-ડિવિઝન PSI થી જિલ્લા ટ્રાફિક અને ડી.એમ. ઝાલાની મધ્યપ્રદેશ પેટર્ન હિંમતનગર થી સિટી ટ્રાફિક PSI તરીકે બદલી કરવામાં આવી છે.કે.સી. બ્રહ્મભટ્ટને હિંમતનગર ગ્રામ્ય PSI થી હિંમતનગર બી-ડિવિઝન D-સ્ટાફ ખાતે મૂકવામાં આવ્યા છે.
📲Get App