🔥 ट्रेंडिंग अरुणाचल: लेकी-बरूम से नहरलागुन रेलवे स... अरुणाचल के मुख्यमंत्री पेमा खण्डु ने B... अरुणाचल रेलवे पुल के लिए शीघ्र मरम्मत... जम्मू-कश्मीर में दो NABARD सड़क परियोज... जम्मू-कश्मीर में महिला की मृत शरीर मिल... जम्मू-कश्मीर सरकार ने रोगी की मौत की ज...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં સગર્ભા અને નવી માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 अक्टू. 2026, 12:16 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નૂપુર હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરાયું, જેમાં માતાઓએ બાળકોને છાતીએ બાંધીને ગરબે ઘૂમી.

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ગરબા પ્રેમીઓ માટે એક અનોખું અને પ્રેરણાદાયી સેલિબ્રેશન યોજાયું હતું. મોટા આયોજનોમાં ભીડભાડના કારણે ઘણીવાર સગર્ભા મહિલાઓ તેમજ નાના શિશુઓની માતાઓ ગરબા રમવા જઈ શકતી નથી.

આ બાબતને ધ્યાનમાં રાખીને નૂપુર હોસ્પિટલ દ્વારા ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એવી માતાઓને ગરબાનો આનંદ માણવાની તક આપવાનો હતો જેઓ પોતાના નાના બાળકોના કારણે મોટા આયોજનોમાં ભાગ લઈ શકતી નથી.

આ અનોખા ગરબા કાર્યક્રમમાં, માતાઓએ પોતાના માસૂમ બાળકોને છાતીએ બેબી કેરિયરમાં સુરક્ષિત રીતે બાંધીને, પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી. આ દ્રશ્ય ખૂબ જ પ્રેરણાદાયી અને આકર્ષક હતું.

સુરતમાં આ પ્રકારની પહેલ લોકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આયોજકોનો પ્રયાસ હતો કે નવરાત્રીના ઉત્સાહમાં કોઈ પણ માતા વંચિત ન રહી જાય.
📲Get App