🔥 ट्रेंडिंग मेघालय हाई कोर्ट ने बर्निहाट में हुई म... फगवाड़ा में नशे के युवक को पुलिस ने गि... जालंधर सेंट्रल जेल में हवालातियों के ब... लुधियाना में एंबुलेंस देर से पहुंचने स... अमृतसर में तेज़ ट्रैक्टर‑ट्रॉली‑स्कूटर... ବାଇସିଙ୍ଗା-ମାଣତ୍ରୀ ରାସ୍ତାର ନିମ୍ନମାନର କା...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા પંથકમાં ૭ ફીડરનો વીજપુરવઠો ૧૦ કલાક બંધ રહેશે

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 09 अक्टू. 2026, 11:00 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા પંથકમાં ૭ ફીડરનો વીજપુરવઠો ૧૦ કલાક બંધ રહેશે

કડિયાળી સબ સ્ટેશન હેઠળ આવતા રામપરા, કડીયાળી સહિતના વિસ્તારોમાં ૧૦ ઓક્ટોબરે વીજકાપ

રાજુલા: વીજ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, તારીખ ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ ૬૬ કેવી કડીયાળી સબ-સ્ટેશન હેઠળ આવતા સાત ફીડરનો વીજપુરવઠો બંધ રહેશે. જેના કારણે સંબંધિત વિસ્તારોના વીજગ્રાહકોને વીજળી વિના રહેવું પડશે.

વીજ વિભાગની જાહેરાત મુજબ, સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

બંધ રહેનારા ફીડરની યાદી:
૧. રામપરા જેજીવાય ફીડર
૨. કડીયાળી જેજીવાય ફીડર
૩. પીપાવાવ ઇન્ડસ્ટ્રિયલ ફીડર
૪. એલસીએલ ઇન્ડસ્ટ્રિયલ ફીડર
૫. ખોડિયાર એજી ફીડર
૬. જોલાપર એજી ફીડર
૭. જીએચસીએલ સોલ્ટ ફીડર

આ સમયગાળા દરમિયાન કડીયાળી સબ-સ્ટેશનમાંથી નીકળતા સંબંધિત ૧૧ કેવી ફીડરોનો વીજપુરવઠો પણ બંધ રહેશે.

વીજ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે કે, જો કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ જશે તો કોઈ પણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. આથી સંબંધિત વીજગ્રાહકોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App