🔥 TRENDING Protest If Venkatesh Galag's Transfer... ആടിന് ഫയർഫോഴ്സിന്റെ 'സി.പി.ആർ'; ജീവൻ ത... 75 वर्षीय नाना पाटेकर का निधन भारी वर्षा से जलमग्न हुई सड़कें, जनजीव... कटनी जिले के ढीमरखेड़ा में nsui और कां... चतरा अनुमंडल कार्यालय में लिपिक 15 हजा...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગૌતમ બુદ્ધની છબીવાળી સાડીઓ વેચનાર વેપારી સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 05:21 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ભગવાન ગૌતમ બુદ્ધની છબીવાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરવા બદલ ટેક્સટાઇલ વેપારી સામે નોંધાયેલી ફરિયાદને રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

સુરતના સલાબતપુરા પોલીસ મથકે વર્ષ 2017માં એક ટેક્સટાઇલ વેપારી ભરત હરજીભાઈ શંકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વેપારી દ્વારા ભગવાન ગૌતમ બુદ્ધની છબીવાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરવામાં આવતું હતું, જેનાથી બૌદ્ધ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ભગવાન ગૌતમ બુદ્ધની છબીઓ કાપડના નીચલા ભાગે અને સાડીની બોર્ડર તરફ છપાયેલી હતી, જ્યાં પગ આવતા હોય તેવી જગ્યાએ આ છબીઓ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતને લઈને બૌદ્ધ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદ બાદ, ટેક્સટાઇલ વેપારી ભરત હરજીભાઈ શંકરે પોતાની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. વેપારી દ્વારા આ ફરિયાદને ખોટી અને ધાર્મિક ભાવનાઓને દૂષિત કરવાના હેતુથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
📲Get App