🔥 TRENDING Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास... અરવલ્લી જિલ્લા નાં મોડાસા સર્વોદય હાઈ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં ગાંભોઈ પોલીસે વિદેશી દારૂ અને કાર સાથે રૂ. ૪.૫૮ લાખનો મુદ્દામાલ ઝડપ્યો..
Crime

સાબરકાંઠામાં ગાંભોઈ પોલીસે વિદેશી દારૂ અને કાર સાથે રૂ. ૪.૫૮ લાખનો મુદ્દામાલ ઝડપ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 02:02 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની બોટલો/ટીન તથા એક કાર મળી કુલ રૂ. ૪,૫૮,૧૫૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

સાબરકાંઠામાં-:
પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગના માર્ગદર્શન હેઠળ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એચ ડોડીયાને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે હિંમતનગરથી ગાંભોઈ તરફ આવતા ગાંભોઈ બ્રિજ પાસે આવેલ સર્વિસ રોડ પર ક્રિષ્ણા હોટલ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે કેટલાક ઈસમો એક ફોર વ્હીલર અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બંધ દુકાનમાં ઉતારી રહ્યા છે..

બાતમી હકીકતને આધારે, પોલીસે તાત્કાલિક રેઇડ કરતાં સફેદ કલરની અલ્ટો ગાડી (રજી. નં. GJ.09.BB.1948) અને દુકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની કુલ ૭૧૫ બોટલો/ટીન મળી આવી હતી. જેની કિંમત રૂ. ૨,૫૮,૧૫૨/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડીની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/- ગણી, કુલ રૂ. ૪,૫૮,૧૫૨/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.આ સંદર્ભે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ એ, ઈ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી બદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એચ ડોડીયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચંદુસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ સહિતની ટીમને બિરદાવવામાં આવી છે.
📲Get App