Crime
ઇડર પોલીસે ૫૧.૯૭ લાખના મુદ્દામાલ સાથે શેરબજારમાં છેતરપિંડી કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા..
સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેત્રામલી ગામની સીમમાં એક મકાનમાંથી નાણાકીય લાભ મેળવવા લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર પાંચ આરોપીઓને પોલીસે કુલ રૂ. ૫૧,૯૭,૫૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે..
સાબરકાંઠામાં-:
ગુનાખોરી ડામવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ગત તારીખ ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ, ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નેત્રામલી ગામની સીમમાં આવેલ ગોકુલ ધામ સોસાયટીના મકાન નં. ૧૪૧ માં કેટલાક લોકો શેરબજારમાં વધુ નાણા કમાવી આપવાની લાલચ આપી લોકોને છેતરપિંડી કરી રહ્યા છે..
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મકાન નં. ૧૪૧ માં દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન પોલીસે મહેસાણા જિલ્લાના વિજાપુર બાજુના કનુભાઈ ચેલાભાઈ વાઘેલા (ઉ.વ. ૪૫) અને તેમના પુત્ર તુષાર કનુભાઈ વાઘેલા (ઉ.વ. ૨૩) સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ એન્જલ વન (Angel One) અને અન્ય એપ્લિકેશન દ્વારા શેરબજારની વધઘટ બતાવી, ખોટી ઓળખ આપી લોકોને સ્ટોક બજારની રજીસ્ટર્ડ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી છેતરપિંડી કરતા હતા.પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫૧,૯૭,૫૬૦/- નો મુદ્દામાલ કબજે લીધો છે.આ આરોપીઓમાં કનુભાઈ ચેલાભાઈ વાઘેલા, તુષાર કનુભાઈ વાઘેલા, કિશન બાબુભાઈ વાઘેલા (ઉ.વ. ૩૧), હસમુખજી પોપટજી ઠાકોર (ઉ.વ. ૨૫), અને અજીતજી ચંદુજી ઠાકોર (ઉ.વ. ૨૨) નો સમાવેશ થાય છે.આ તમામ આરોપીઓ મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારોના રહેવાસી છે. ઇડર પોલીસે આ પ્રશંસનીય કામગીરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ચૌધરી,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નાગજીભાઇ મહાદેવભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ નરેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રહલાદસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર રઘજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર લાલજીભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ રણજીતસિંહ..