🔥 TRENDING Sanjay Dutt recalls first seeing wife... Seema Vineeth Shares Her Wedding Exper... Harleen Sethi Reveals Jennifer Winget’... Shruti Haasan Stuns in Bold Gothic Bla... Kajal Aggarwal Turns Heads in Regal Ma... Sigma Film's Day 4 Box Office Collecti...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા જિલ્લાના ચરાડુ ગામે પોલીસે ૪૧,૯૦૦ રૂપિયાની નકદી સાથે બે જુગારધામી દબોચી,ત્રણ ફરાર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 01:24 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ચરાડુ ગામે સિકોતર માતાના મંદિર પાસે પોલીસે બે જુગારધામીઓને ૪૧,૯૦૦ રૂપિયાની નકદી સાથે દબોચી કરી, ત્રણ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ કાર્યવાહી ગुप્ત બાતમીના આધારે લાંઘણજ પોલીસ દ્વારા કરવામાં આવી..

મહેસાણા જિલ્લાના ચરાડુ ગામે સિકોતર માતાના મંદિર પાસે લાંઘણજ પોલીસે ગुप્ત બાતમીના આધારે દરોડો પાડી બે જુગારધામીઓને રોકડ રૂ. ૪૧,૯૦૦/- સાથે ઝડપી લીધા.

પેટ્રોલીંગ દરમિયાન ગોઝારીયા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનવિરસિંહ પરબતસિંહ અને મહિપાલસિંહ જયેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી.આ બાતમીના આધારે લાંઘણજ પોલીસ સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાહિલસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કમલેશજી,સંદિપસિંહ,પરેશભાઈ સહિતની ટીમે બાતમીવાળી જગ્યાએ અચાનક દરોડો પાડ્યો હતો.

પકડાયેલ આરોપીઓ:
1. ઠાકોર પંકજજી ઉર્ફે પ્રકાશજી બાબુજી શંકરજી (ઉ.વ. ૨૯, રહે. ચલુવાગામ, રગતળીયુ તળાવ પાસે, તા.જી. મહેસાણા)
2. જાડેજા માધુસિંહ ઉર્ફે માધો રાજુભા ભુરાજી (ઉ.વ. ૪૬, રહે. સાંગણપુર, પ્રજાપતિવાસની પાછળ, તા.જી. મહેસાણા)

અટક કરવાના બાકી (ફરાર) આરોપીઓ:\n1. ઠાકોર મહેશજી દિવાનજી (રહે. ચરાડુ)
2. ઠાકોર સાગર સતાજી (રહે. ચરાડુ)
3. ઠાકોર અજયજી અશોકજી (રહે. લાંਘણજ)

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. લાંઘણજ પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App