🔥 TRENDING বাংলাদেশে 'সানি স্টুডিও নামটা' ইলেকট্র... JKSSB moves FMPHW/MMPHW exam to 1 pm Rain and Snow Expected Across Jammu &... Delhi Traffic Alert: Protest to Disrup... खूंटी शहर में दशहरा की धूम, तैयारियां... एटा में मिशन शक्ति अभियान: महिलाओं और...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં 'તેજસ એસોસિએશન'ના કાર્યક્રમનો મજૂર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ, રદ કરવાની માંગ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 11:55 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં મજૂરોના હક અને અધિકારોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે, 'તેજસ એસોસિએશન' દ્વારા 10 ઓક્ટોબર 2026ના રોજ યોજાનાર જાહેર કાર્યક્રમનો મજૂર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા આ કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

સુરત શહેરમાં મજૂરોના હક અને અધિકારોને લઈને વિવિધ રજૂઆતો અને આંદોલન ચાલી રહ્યું છે. આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે, આગામી 10 ઓક્ટોબર 2026ના રોજ ‘તેજસ એસોસિએશન’ દ્વારા યોજાનારા જાહેર કાર્યક્રમનો મજૂર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબે (અજય ધારા)એ વહીવટી તંત્ર અને મીડિયા સમક્ષ આ કાર્યક્રમને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિમાં આવા જાહેર આયોજનથી શ્રમિકોમાં અસંતોષ અને ગેરસમજ પેદા થઈ શકે છે.

યુનિયનના પ્રતિનિધિએ વધુમાં જણાવ્યું હતું કે, આવા આયોજનથી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસવાની પૂર્ણ શક્યતા રહેલી છે. તેથી, મજૂર યુનિયન દ્વારા આયોજકોને કાર્યક્રમ રદ કરવા અથવા સ્થગિત કરવા માટે અપીલ કરવામાં આવી છે.
📲Get App