🔥 TRENDING Mumbai Water Supply Cut Scheduled for... காரைக்குடியில் போதை ஒழிப்பு விழிப்புணர... सीधी शहर के सराफा बाज़ार में नगर पालिका... Demand To Reinclude Ganadhala Somanama... शिक्षा मंत्री के सम्मान पर सवाल: भिवान... सीकर: 18-19 आयु वर्ग के नव मतदाताओं के...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને બૂસ્ટર ડોઝ

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 12:33 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને બૂસ્ટર ડોઝ; પોરબંદરના મોચા ગામ ખાતે ₹100 કરોડના ખર્ચે મરીન બાયોટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર (M-BRIC) વિકસાવાશે...

🔹 આ મરીન કોરિડોર વિકસાવવા માટે તા. 9 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન અને CSIR-CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) વચ્ચે M-BRICની સ્થાપના માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરાશે; આ કોરિડોરનો હેતુ રાજ્યના સમૃદ્ધ દરિયાઈ જૈવિક સંસાધનોને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનો, નવા ઉદ્યોગો અને દરિયાકાંઠાના સમુદાયો માટે ટકાઉ આજીવિકા ઊભી કરવાનો...

🔹 મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ પહેલ દરિયાઈ જૈવિક સંસાધનોથી લઈને વૈજ્ઞાનિક શોધખોળ, ટેક્નોલોજી વિકાસ, ઉત્પાદન નિર્માણ અને બજાર સુધી પહોંચવા માટેનો એક વ્યાપક માર્ગ સ્થાપિત કરવા માગે છે જેથી ભારતની ઉભરતી બ્લૂ બાયોઇકોનોમીમાં ગુજરાત પોતાનું સક્ષમ યોગદાન આપી શકે...

🔹 પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે કોરિડોરનું મુખ્ય કેન્દ્ર બનશે, આ કેમ્પસ આશરે 30 એકરમાં પથરાયેલું હશે કે જેમાં 10 એકરનું રીસર્ચ કેમ્પસ હશે અને 20 એકરમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનશે...
📲Get App