🔥 TRENDING Indian Celebrity Couple Flaunt Spectac... Celebs Rally in Chennai for Anirudh-Ka... House On The Clouds Founder Reveals Se... Sai Pallavi’s Complete Filmography and... EkSukoon Compares OM and Pushpa Over R... EkSukoon Unveils List of Free, Ad‑Supp...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગર: નાઘેડી નજીક દારૂના મોટા દરોડા બાદ ૮ પોલીસકર્મી સસ્પેન્ડ
Crime

જામનગર: નાઘેડી નજીક દારૂના મોટા દરોડા બાદ ૮ પોલીસકર્મી સસ્પેન્ડ

✍️ Reporter: VIKRAM PATA 🗓 08 Oct 2026, 06:04 PM 👁 102
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરના નાઘેડી ગામ નજીકથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતા. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીએ કડક કાર્યવાહી કરતા પંચકોશી-બીના પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જામનગર નજીક નાઘેડી જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ દરોડામાં કુલ રૂ. ૧ કરોડ ૩૭ લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયો હતો. આટલા મોટા જથ્થામાં દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.

આ સમગ્ર મામલે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચકોશી-બી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત કુલ ૮ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

એસએમસી (SMC) દ્વારા કરવામાં આવેલા આ દરોડા બાદ પોલીસ વિભાગમાં આકરા પગલાં લેવાયા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની શરૂઆત થઈ છે.
📲Get App