🔥 TRENDING ग्राम प्रधान चुनाव सूची जारी, गांववासि... Naman Dheer shines on debut as India r... AP LAWCET 2026 Allotment Link Released... সরকারপ্রধান হিসেবে ২৫ বছর পূর্ণ, জনগণে... Gujarat Celebrates 25 Years of Modi's... Gujarat Weather Forecast: Will Navratr...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પ્રાંતિજ પોલીસે માવાની મુવાડીમાં દરોડો પાડી રૂ. ૧.૯૨ લાખનો દેશી દારૂ ઝડપી પાડ્યો

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 07 Oct 2026, 01:54 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામે દરોડો પાડીને રૂ. ૧,૯૨,૦૦૦નો દેશી દારૂ ઝડપી પાડીને મોટો કેસ શોધી કાઢ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. ૧,૯૨,૦૦૦/- નો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડીને એક મહત્વનો કેસ શોધી કાઢ્યો છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) અને હિંમતનગર વિભાગના ડીવાયએસપી શ્રી એ.કે. પટેલ દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં તલશીન હતી.

દરમિયાન, આર્મ પો.કો. સરદારસિંહ દીપસિંહ અને આર્મ પો.કો. સંદીપકુમાર ઈશ્વરભાઈને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીના આધારે માવાની મુવાડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે માવાની મુવાડી ગામમાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
📲Get App