अपराध
લાઠીમાં સોશિયલ મીડિયા પર મકાઈની જાહેરાત મૂકી ૫.૩૯ લાખ રૂપિયા પડાવી લીધા, માલ ન મોકલી ઠગાઈ
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે ફેસબુક પર મકાઈના વેચાણની જાહેરાત મૂકી ખેડૂત પાસેથી ૫,૩૯,૧૦૦ રૂપિયા લઈ માલ ન મોકલવાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધાવી છે.
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સોશિયલ મીડિયા પર મકાઈના વેચાણની આકર્ષક જાહેરાત મૂકી ખેડૂત/વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ માલ ન મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિપુલભાઈ જેઠાભાઈ ભંડેરી (ઉંમર ૪૫) એ મહારાષ્ટ્ર રાજુભાઈ ભુલીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ આરોપીએ ફેસબુક પર મકાઈની લે-વેચ માટેની એક જાહેરાત મૂકી હતી, જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર દર્શાવ્યો હતો. આ જાહેરાત જોઈને વિપુલભાઈએ તે નંબર પર સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન આરોપીએ મકાઈ ટ્રકરૂ જોવા માટે તેમને મહારાષ્ટ્રના ધુલીયા ખાતે બોલાવ્યા હતા. જેથી ફરિયાદીએ તેમના પુત્ર અક્ષય તથા તેના બે મિત્રોને ધુલીયા ખાતે માલની ખાતરી કરવા માટે મોકલ્યા હતા.
જ્યાં મકાઈનો સ્ટોક જોયા બાદ માલ પસંદ આવતાં તેમની આરોપી પાસેથી કુલ ૩૦ ટન મકાઈ રૂ. ૫,૪૦,૦૦૦ ના ભાવે ખરીદવાનું નક્કી કર્યું હતું. સોદો પાકો થયા બાદ ખરીદેલી મકાઈ પેટે તેમણે બાના પેટે રોકડ રૂ. ૫,૦૦૦, આંગડિયા મારફતે રૂ. ૪,૯૮,૧૦૦ તેમજ જુદી જુદી વ્યક્તિઓના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રૂ. ૩૫,૦૦૦ મળી કુલ રૂ. ૫,૩૯,૧૦૦ ચૂકવી આપ્યા હતા.
પૂરેપૂરી રકમ મેળવી લીધા બાદ આરોપીએ ખરીદેલી ૩૦ ટન મકાઈ સરકારી પીપળવા મોકલી નહોતી. તેમના દ્વારા અવારનવાર ફોન કરીને મકાઈની ઉઘરાણી કરવામાં આવતાં આરોપી માત્ર ખોટા વાયદાઓ કરીને સમય પસાર કરતો રહ્યો હતો. આખરે માલ કે લીધેલા નાણાં પરત ન આપી આરોપીએ તેમની સાથે ઠગાઈ કરી હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.