🔥 TRENDING 4.9-Magnitude Earthquake Shakes Uttara... Tripura CM Announces 3% Dearness Allow... Himachal Police Officer Receives Liver... Delhi Government Doubles ASHA Workers'... Himachal Pradesh HC Rules on Married D... Himachal CM Declares Education and Hea...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં વકીલોનો પ્રચંડ વિરોધ: એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી એ શેખ તથા અન્ય વકીલોએ કાળા કાયદાનુ દહન કર્યું.

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 07 Oct 2026, 12:20 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્ય પગલું: એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી.એ. શેખ અને અન્ય વકીલોએ કાયદાને જનવિરોધી ગણાવી તેની નકલો સળગાવી જાહેર દહન કર્યું.

અમદાવાદ:
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬' સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાયદાને જનવિરોધી ગણાવીને આજે અમદાવાદની સેશન્સ કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી.એ. શેખ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાળા કાયદાને સળગાવીને આ "કાળા કાયદા"નું જાહેર દહન કર્યું હતું.

એડવોકેટ અમીર શેખ અને એડવોકેટ વી.એ. શેખે જણાવ્યું હતું કે આ બિલ નાગરિકોના હિતોની વિરુદ્ધ છે. જો સરકાર આ વિધેયક તાત્કાલિક પરત નહીં ખેંચે અથવા જરૂરી સુધારા નહીં કરે, આંદોલન દિવસે ને દિવસે વધારે ઉગ્ર બનશે.
📲Get App