🔥 TRENDING લશણપોર ગામમાં સાંજમાં અદ્ભુત દીપડો દેખ... हजारीबाग डिटेंशन सेंटर में दुष्कर्म मा... ವಿಬಿ ಜಿ ರಾಮಜೀ ಯೋಜನೆಯಡಿ ಕೆರೆ ಹೊಳೆತ್ತುವ... Punjab Police Arrest Money Exchanger i... CBI Conducts Second Raid at Khard West... ABVP Sit‑in at JNU Extends to 180 Hour...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સુરતમાં સી.આર. પાટીલે મોદી શાસનને બિરદાવ્યું, કહ્યું: પ્રજાએ આંદોલનનો સહારો લેવો પડ્યો નથી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 Oct 2026, 08:51 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ખાતે આયોજિત 'સેવા જ્યોતિ યાત્રા' દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને સંબોધિત કરીને કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન પ્રજાએ પોતાની માગણીઓ માટે આંદોલન કરવું પડ્યું નથી.

સુરત ખાતે આયોજિત 'સેવા જ્યોતિ યાત્રા' દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને બિરદાવતે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન દેશ કે રાજ્યની પ્રજાએ પોતાની કોઈપણ માગણીઓ મનાવવા માટે આંદોલન કરવું પડ્યું નથી.

મંત્રી પાટીલે વર્તમાન સ્થિતિ અને ભૂતકાળની સરખામણી કરીને કહ્યું હતું કે, સામાન્ય રીતે અગાઉ પ્રજા ત્રસ્ત થઈને પોતાની માગણીઓ સંતોષવા માટે સરકારો સામે આંદોલન કરવા મજબૂર હતી. પરંતુ વર્તમાન સરકારે આ પરિસ્થિતિને બદલી નાખી છે.

તેમણે આગળ કહ્યું કે, મોદી સાહેબે લોકોની માંગણી કરતાં પણ તેમની જરૂરિયાતોને પહેલાં સમજીને પ્રામાણિકતાથી ઉકેલી આપી છે. આ પ્રામાણિકતા અને સેવાભાવનાને કારણે પ્રજાએ એક પણ આંદોલનનો સહારો લેવો પડ્યો નથી, જે આ શાસનની સફળતાનો પુરાવો છે.
📲Get App