🔥 TRENDING Delhi Building Collapse Injures Five,... Jailer 2: Will the Sequel Prioritize B... Paul Walker's Hidden Past: Marine Biol... Alia Bhatt enjoys Spain holiday with c... Arijit Singh Announces India Tour: Dat... Twin Strings Launches 'Karwaan 2026' M...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપી આત્મારામ રાજપૂતને કબ્જો..
Crime

બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપી આત્મારામ રાજપૂતને કબ્જો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 05:16 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂ અને જુગાર સંબંધિત શૂન્ય સહનશીલતા નીતિ અનુસાર નાસતા-ફરતા આરોપી આત્મારામ રાજપૂતને સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી..

બનાસકાંઠામાં-:
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા માટે LCB ટીમોનું ગઠન કરવામાં આવ્યું. આ પગલું રાજ્ય સરકારની શૂન્ય સહનશીલતા નીતિ અને જુગાર-દારૂ સંબંધિત કાયદાઓની કડક અમલવારી માટે લેવામાં આવ્યું હતું.માહિતી આધારે LCB ટીમે 28 વર્ષિય આત્મારામ રામકુંવર રાજપૂત, જે રાજસ્થાનના ભોજરાસ તાલુકા, હુરડા ગામ, ભીલવાડા જિલ્લામાં રહે છે,ને ડીસા ગામની પાટીયા પાસેની ખેતરમાંથી ધરપકડ કરી. આરોપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો અને આગળની કાર્યવાહી માટે તૈયાર કરવામાં આવ્યો..

આ કેસને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના નં. 240790/2024 તરીકે નોંધવામાં આવ્યો છે,જેમાં કલમ 65(A),118(B),98(2),81 જેવી કલમો લાગુ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં ડી.એમ. રાઠોડ, સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા, સબ ઇન્સ્પેક્ટર જે.એસ. ગઢવી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ડાહ્યાભાઈ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરજણાજી સ્વરૂપાજી, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સોમસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, કોન્સ્ટેબલ પ્રવીણકુમાર ભીમાજી અને કોન્સ્ટેબલ મહેશભાઈ રશભાઈ ધુળાભાઈ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી નોંધાઈ છે.પોલીસ અધિકારીઓએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની અને વધુ અસરકારક ટીમો ગઠન કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો,જેથી રાજ્યમાં દારૂ-જુગાર સંબંધિત ગુનાઓમાં કોઈ છૂટ ન રહે.
📲Get App