🔥 TRENDING बीदर में राज्य स्तरीय संगोष्ठी का उद्घ... મધ્યપ્રદેશમાં કાપડ વેપારી સાથેની ₹95.2... कला और शिक्षा अनुदान के दुरुपयोग पर कर... અસંજા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ... Bidar news Bidar news
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર તથા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ અને

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 07 Oct 2026, 06:02 PM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોલ ખાતે રેલી સાથે કૂચ કર્યા બાદ ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર તથા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ અને ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારની આગેવાનીમાં વડોલ ખાતે ‘મત બચાવો, દેશ બચાવો’ અને ‘લોકશાહી બચાવો, દેશ બચાવો’ના સંદર્ભમાં રેલી યોજાઈ હતી.

વડોલ ખાતે રેલી સાથે કૂચ કર્યા બાદ ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વડોલ ગામના ભાજપ સાથે સંકળાયેલા ચાર આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત વડોલ સહિતના વિસ્તારોના અન્ય આશરે 50 યુવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હોવાનું તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું.

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોમાં:
• રાઠોડ રમેશભાઈ વજાભાઈ
• વાઘેલા સતિષભાઈ મનુભાઈ
• વાઘેલા પ્રેમરાજભાઈ ભુરાભાઈ
• વાઘેલા પ્રકાશભાઈ પ્રવીણભાઈ

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા મુજબ વડોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી ફાગવેલ તાલુકા કોંગ્રેસ સંગઠનની પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો છે.
📲Get App