🔥 TRENDING ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... Rohit Roy Defends 'Dustbin Medium' Rem... KL Rahul Celebrates West Indies Victor... Morne Morkel Names India's 'Massive Ma... Shreyas Iyer Joins Elite Club of India...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિરમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 11:28 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાવરકુંડલામાં યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ગરબા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

સાવરકુંડલા, તા. ૦૯ - નશાબંધી અને આબકારી વિભાગ, અમરેલી દ્વારા સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિર ખાતે વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જી.ઓ.જી. ટીમ, સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો માટે ગરબા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહેનોએ કલાત્મક પ્રસ્તુતિ આપી હતી, જે દર્શકોને ખૂબ જ ગમી હતી. કાર્યક્રમ દરમિયાન નશાબંધીનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાના શપથ લીધા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય બાબુભાઈ ચાવડાએ કર્યું હતું, જ્યારે શૈલેષભાઈ ભીમસુરિયાએ આભાર વિધિ સંપન્ન કરી હતી.
📲Get App