🔥 TRENDING बीदर में राज्य स्तरीय संगोष्ठी का उद्घ... મધ્યપ્રદેશમાં કાપડ વેપારી સાથેની ₹95.2... कला और शिक्षा अनुदान के दुरुपयोग पर कर... અસંજા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ... Bidar news Bidar news
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લામાં સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 07 Oct 2026, 06:42 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જીલ્લામાં આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાજ્યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતેથી નીકળેલ યાત્રા લુણાવાડા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા વિકસિત ભારત 2047 ના સંકલ્પના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી. બરંડા, પૂર્વમંત્રીઓ શ્રી કુબેરભાઈ ડિંડોર તથા જયદ્રથસિંહ પરમાર ઉપરાંત બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક સહિત જિલ્લા કલેકટરશ્રી જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓએ કર્મચારીઓ જિલ્લા ભાજપના પદાધિકારીઓ કાર્યકરો જિલ્લાના ના તમામ તાલુકાઑમાથી આવેલ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી દરમ્યાન સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યો બાબતે લોકોમાં જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં વિકસિત ભારત-2047 અંતર્ગત યોજાયેલ ચિત્રસ્પર્ધા વકતૃત્વસ્પર્ધા અને રંગોળી-કોલાજ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
📲Get App