🔥 ट्रेंडिंग સંતરામપુર ઘાંચી સમાજે ગુમાવ્યું માનવતા... गुना: कार्बाइड गन के विरुद्ध प्रशासन न... રાજકોટના માધાપર ચોકડી વિસ્તારમાં ટ્રક... પત્નીની સારવાર માટે મેડીક્લેમમાં ન મળે... 26న మహర్షి వాల్మీకి జయంతి: ఆదిలాబాద్ క... વડોદરામાં જંબુસર વણિક મંડળની ૫૭મી વાર્...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર મહાનગરપાલિકાની મતદાર યાદીમાં ગંભીર છબરડો: વચ્ચે બે મતદારોના નામ અન્ય ભાષાની લિપિમાં
राजनीति

ગાંધીનગર મહાનગરપાલિકાની મતદાર યાદીમાં ગંભીર છબરડો: વચ્ચે બે મતદારોના નામ અન્ય ભાષાની લિપિમાં

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 06 अक्टू. 2026, 04:10 PM 👁 47
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં ગંભીર ભૂલ સામે આવી છે. વોર્ડ નં. 8ની યાદીમાં બે મતદારોના નામ ગુજરાતીને બદલે દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. વોર્ડ નં. 8ની મતદાર યાદીના વિભાગ નં. 6/36 માં મતદાર ક્રમાંક 717 અને 718ના મતદારોના નામ ગુજરાતી ભાષાને બદલે અન્ય દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મતદાર યાદીનું આખું પાનું ગુજરાતીમાં છે, પરંતુ તેની વચ્ચે માત્ર બે મતદારોના નામ અચાનક બીજી ભાષાની લિપિમાં કેવી રીતે આવી ગયા? આ માત્ર ટાઇપિંગની સામાન્ય ભૂલ કહીને અવગણી શકાય તેવી બાબત નથી. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ આધાર છે અને તેમાં આવી વિસંગતિ જોવા મળે તો યાદી તૈયાર કરવાની તથા તેની ચકાસણી કરવાની સમગ્ર પ્રક્રિયા સામે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે.

આ મામલે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલી કાર્યવાહી અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી, પરંતુ મતદારોમાં ચિંતા ફેલાઈ છે.
📲Get App