🔥 TRENDING Tier-2 Cities Lead Premium Fashion Dis... Samantha, Tamannaah Aim to 'Steal' Key... Pooja Hegde Criticizes Tollywood’s Mid... BJP Accuses AAP of Involvement in Punj... Madhya Pradesh Tops Punjab With 94 Far... Supreme Court to Hear Plea Against CBI...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી પોલીસે કંપનીમાંથી કોપર પ્લેટની ચોરી કરતી ટોળકી ઝડપાવી, અપહરણના ગુનામાં નાસતો આરોપી પણ જેલભેગો
Crime

કડી પોલીસે કંપનીમાંથી કોપર પ્લેટની ચોરી કરતી ટોળકી ઝડપાવી, અપહરણના ગુનામાં નાસતો આરોપી પણ જેલભેગો

✍️ Reporter: Hanifbhai Mahammadbhai Jadav 🗓 06 Oct 2026, 11:06 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લા કડી પોલીસે કંપનીમાંથી કોપર પ્લેટની ઘરફોડ ચોરી કરતી ટોળકીને પકડી પાડી છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે કલોલ તાલુકામાં સગીરાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પણ ભોગ બનનાર સાથે પકડી લેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લા કડી પોલીસે મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના અંતર્ગત મોટી સફળતા મેળવી છે. કડી પોલીસ ટીમે કંપનીમાંથી કોપર (તાંબા)ની પ્લેટોની ઘરફોડ ચોરી કરતી ટોળકીને પકડી પાડી છે. આ ઉપરાંત, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પણ ભોગ બનનાર સાથે પકડી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની સૂચના અનુસાર કરવામાં આવી છે.

કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. રબારી તથા સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઇ. આર.આર. પરમાર સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અ.પો.કો. જયેશભાઇ કનુભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે શેરા ચોકડી નજીક ઉભેલા ચાર ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આ ઇસમો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે ચારેય ઇસમોને પોલીસ સ્ટેશન લાવી ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં આરોપી પ્રકાશજી દશરથજી ડાયાજી ઠાકોર (રહે. ઇન્દ્રાડ, તા. કડી) વિરૂદ્ધ અગાઉ ઘરફોડ ચોરીના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ એકાદ મહિના અગાઉ શેરા કંપની સામે આવેલી એક કંપનીમાંથી કોપર (તાંબા)ની પ્લેટોની ચોરી કરી હતી. જે સંદર્ભે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમો હેઠળ અનડીટેક્ટ ગુનો દાખલ થયેલ હતો. ચોરીના ગુનાની વધુ તપાસ દરમિયાન સહ-આરોપી મેહુલ ઉર્ફે રવિ સોમાભાઇ રાવળ (રહે. ઇન્દ્રાડ, તા. કડી) વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું અને તે નાસતો ફરતો હોવાનું જણાયું હતું.

તપાસ કરતાં આરોપી હાલ ઊંઝા તાલુકાના બ્રાહ્મણાવાડા ખાતે ભોગ બનનાર સાથે રહેતો હોવાની માહિતી મળતાં કડી પોલીસે બ્રાહ્મણાવાડાથી ભોગ બનનાર અને આરોપી બંનેને પકડી પાડી કલોલ તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અટકાયત કરવામાં આવેલા આરોપીઓમાં પ્રકાશજી દશરથજી ડાયાજી ઠાકોર, રાહુલ ખોડાજી જોઇતાજી ઠાકોર, નાગજી કાંતિજી જવાનજી ઠાકોર, રાહુલ રામાજી કાળાજી ઠાકોર, મેહુલ ઉર્ફે રવિ સોમાભાઇ રાવળ, અશોક પ્રકાશચંદ્ર દેવીલાલજી ધાકડ અને રાજુ પ્રકાશચંદ્ર દેવીલાલજી ધાકડનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. એ.એ. રબારી, પો.સબ.ઇન્સ. આર.આર. પરમાર, હેડ કોન્સ. રણછોડભાઇ નાગજીભાઇ તથા પો.કોન્સ. જયેશકુમાર કનુભાઇ, રવિકુમાર સઇજીભાઇ અને રાજુભાઇ તેજમલભાઇ રોકાયેલ હતા.
📲Get App