🔥 TRENDING Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra... India Bloc Marches to Election Commiss... Delhi Protests Against CEC Escalate; O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 12:05 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં 25 ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ભવ્ય માનવ આકૃતિ (રંગોળી)ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર છાત્રો સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે માનવ આકૃતિમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા રચવામાં આવેલ ભારત દેશની આકર્ષક માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાગીદારીને બિરદાવતાં તેમણે આ અનોખી પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલા ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ના સંદેશને બિરદાવ્યો હતો.
📲Get App