🔥 ट्रेंडिंग ओडिशा SEC ने 2027 पंचायत एवं शहरी चुना... राहुल गांधी की हिरासत: ताज़ा खबर जयपुर ग्रामीण से भाई महेंद्र गुर्जर बन... ओडिशा के मुख्य सचिव ने स्वच्छता ही सेव... ओडिशा एसईसी ने 2027 के स्थानीय निकाय च... राजनाथ सिंह ने कोरापुट में HAL की 2000...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહેસાણા: લાંઘણજ પોલીસે મંદિર ચોરીનો ગુનો ઉકેલ્યો, બે આરોપીઓને ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 11:28 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાંઘણજ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ.એમ. ગેલૌતની આગેવાની હેઠળ ભાસરીયા ચોકડી ખાતે શંકાસ્પદ રિક્ષાને અટકાવી, બે આરોપીઓને પિત્તળના મંદિર સામાન સાથે ધરપકડ કરવામાં આવી..

મહેસાણામાં-:
લાંઘણજ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ એમ ગેલૌતની આગેવાની હેઠળ ભાસરીયા ચોકડી ખાતે શંકાસ્પદ રિક્ષાને અટકાવી,બે આરોપીઓને પિત્તળના મંદિર સામાન સાથે ધરપકડ કરવામાં આવી..

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ), પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધીક્ષક મિલાપ પટેલ (મહેસાણા વિભાગ) ની સૂચનાઓ મુજબ કરવામાં આવી હતી. લાંઘણજ પોલીસ સ્ટેશનની પેટ્રોલીંગ અને તપાસ દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરીટભાઈ વિરસંગભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભીખાજી ભાસરીયા ચોકડી ખાતે હાજર હતા..

ભાસરીયા ચોકડી ખાતે પહોંચતા જ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને માહિતી મળી કે દિવાનપુરાથી ભાસરીયા ચોકડી તરફ એક રિક્ષા આવી રહી છે, જેમાં બે ઈસમો ચોરીનો મુદ્દામાલ લઈને વેચવા માટે નીકળ્યા હતા. તપાસમાં રિક્ષા અટકાવી અને તેમાં બેઠેલા બે ઈસમોની પૂછપરછ કરતાં તેમના નામ નાથબાવા સંજયભાઈ અમરતભાઈ અને ભરથરી કિરણભાઈ પૂંજાભાઈ જણાયા..

ડ્રાઈવર સીટની નીચે પિત્તળના બે ઘંટ, એક આરતી અને એક ધુપેલિયું મળ્યું, જે જોગણી માતાના મંદિરમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત થયું.કબ્જે કરેલ મુદ્દામાલમાં પિત્તળના ૨ ઘંટ, ૧ આરતી અને ૧ ધુપેલિયું (વજન આશરે ૫ કિલો, કિંમત રૂ. ૪,૦૦૦/-), સીએનજી રિક્ષા (કિંમત રૂ. ૫૦,૦૦૦/-) અને કુલ મુદ્દામાલ રૂ. ૫૪,૦૦૦/- સામેલ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(ઈ) હેઠળ બંને આરોપીઓને અટકાયત કરવામાં આવી અને સાંથલ પોલીસ સ્ટેશનમાં મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📲Get App