🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિરપુર બસ સ્ટેન્ડમાં શૌચાલય ત્રણ દિવસથી બંધ, મુસાફરો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર

✍️ Reporter: AKASH JOSHI 🗓 06 Oct 2026, 02:12 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર જિલ્લાના વિરપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડનું શૌચાલય ત્રણ દિવસથી બંધ છે, જેના કારણે મુસાફરો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે અને તંત્રની જાળવણી સામે સવાલો ઉભા થયા છે.

મહિસાગર જિલ્લાના વિરપુર પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા વિરપુરના નવા બસ સ્ટેન્ડને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ તેની સુવિધાઓની જાળવણી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બસ સ્ટેન્ડનું શૌચાલય છેલ્લા ત્રણ દિવસથી બંધ છે અને તેના પર ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, મુસાફરોને શૌચાલયનો ઉપયોગ ન કરવા અંગેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. શૌચાલયની ગટર કે ટાંકી ડટ ભરાઈ જતાં તેને બંધ કરવાની નોબત આવી હોવાનું સામે આવ્યું છે.

નવીન બસ સ્ટેન્ડમાં એક વર્ષમાં જ શૌચાલય જેવી પાયાની સુવિધા ખોરવાઈ જતાં તંત્રની કામગીરી અને જાળવણી વ્યવસ્થા સામે તર્કવિતર્ક શરૂ થયા છે. શૌચાલય બંધ હોવાના કારણે બહારગામથી આવતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કેટલાક મુસાફરો તો બસ સ્ટેન્ડની આસપાસ ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બની રહ્યા છે. પરિણામે બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

એક તરફ ‘સ્વચ્છ ગુજરાત’ના નારા લગાવવામાં આવે છે, તો બીજી તરફ જાહેર સ્થળે મૂળભૂત શૌચાલય સુવિધા પણ ત્રણ દિવસથી બંધ રહેતાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં જો એક વર્ષમાં જ આવી સમસ્યા સર્જાય તો તેની ગુણવત્તા અને આયોજન અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. મુસાફરોની મુશ્કેલીનો તાત્કાલિક અંત આવે અને શૌચાલયની સુવિધા તુરંત કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App