🔥 ट्रेंडिंग अलीगंज में श्री रामलीला महोत्सव-2026 क... વિરમગામમાં ઊંચા વ્યાજે નાણાં આપી પેનલ્... रायगडच्या महाड तालुक्यातील कु रोशनी पा... ओडिशा के मुख्य सचिव ने नायागड़ा के 25... रक्षा मंत्री राजनाथ सिंह का कोरापुट, ओ... एमपी पुलिस ट्रांसफर: एसपी प्रकाश परिहा...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં પ્રાંતિજ પોલીસે ૧.૯૨ લાખના પ્રોહી મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને અટકાયત કર્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 10:48 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામમાંથી ૬૦૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો વોશ અને ૨૧૦ લિટર દેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઓપરેશનમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રોહી કાયદા હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
પ્રોહી અને જુગારની બદી નેસ્તનાબુદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત પ્રાંતિજ પોલીસે મોટી સફળતા મેળવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ (હિંમતનગર) તથા એ કે પટેલ (વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક) દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ડી આર પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન સી ગોહિલ સહિતના સ્ટાફે વિસ્તારમાં સતત કાર્યરત રહીને આ ઓપરેશન સફળ બનાવ્યું છે..

આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ અને સંદીપકુમાર ઇશ્વરભાઈને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે માવાની મુવાડી ગામના ગોપાલસિંહ નંદુસિંહ ઝાલા,કરણસિંહ રમણસિંહ ઝાલા અને વિશાલસિંહ શૈલેષસિંહ મકવાણા પોતાના કબજાના ખેતરમાં તથા નજીક આવેલી નદીના વાંધા કોતરોમાં પ્રોહી પ્રવૃત્તિવાળી જગ્યાએ દેશી દારૂ ગાળે છે. આ બાતમી હકિકત આધારે પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી.તપાસ દરમિયાન ખેતર અને વાંધા કોતરોમાં વગર પાસ પરમીટના ૧૨ પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાં ૫૦૦ લિટર લેખે કુલ ૬૦૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો વોશ (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-) અને છ પ્લાસ્ટિકના કેરબામાં ૨૧૦ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૨,૦૦૦/-) મળી કુલ રૂ. ૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..

આ ઘટનામાં ગોપાલસિંહ નંદુસિંહ ઝાલા,કરણસિંહ રમણસિંહ ઝાલા અને વિશાલસિંહ શૈલેષસિંહ મકવાણા (રહે. માવાની મુવાડી, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫(એ)(ઇ)(એફ) મુજબ ફરીયાદ નં.૨૩૧૨૪૬/૨૦૨૬ દાખલ કરવામાં આવી છે.આમ,પ્રાંતિજ પોલીસને પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.પ્રશસનીય ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડી આર પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર),એન સી ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર),આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ જોરાવરસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નારણભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ, હર્ષપાલસિંહ દિલિપસિંહ,સંદીપકુમાર ઇશ્વરભાઈ,ગજેન્દ્રસિંહ બળવંતસિંહ અને પંકજકુમાર કાંતીલાલની પ્રશંસનીય કામગીરી છે.
📲Get App