स्थानीय
વડોદરાના જંબુસરમાં શ્રી જંબુસર જૈન સંઘનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
શ્રી જંબુસર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં ઉંમરલાયક વડીલો, તપસ્વીઓ અને દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વડોદરાના જંબુસરમાં શ્રી જંબુસર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ, જંબુસર જૈન સંઘના એવા સભ્યો જેઓ વડોદરા તથા બીજી કોઈપણ જગ્યાએ રહેતા હોય, તેમણે સ્નેહમિલનમાં સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌથી ઉંમરલાયક વડીલ વ્યક્તિનું, તપસ્વીઓનું તેમજ દાનવીરોનું સમાજ દ્વારા ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં સારા પરિણામ મેળવ્યા હતા, તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રમુખશ્રી ડો. રાજેશભાઈ સી. જૈને પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સૌ શ્રેષ્ઠી ભાઈઓ/બહેનોએ આપણા દેરાસર/ઉપાશ્રયને ન ભૂલવા જોઈએ. જ્યાં આપણે જન્મ લીધો અને જન્મીને પ્રથમ વાર પ્રભુનું મુખ જોયું, એવા પ્રભુને કેવી રીતે ભૂલી શકાય? તેથી ભાવિક શ્રેષ્ઠીઓએ મંદિરજીની ધજાના શુભ દિવસે તથા પર્યુષણ પર્વ દરમિયાન આવી આરાધના કરવી જોઈએ."
કાર્યક્રમનો ભાગરૂપે ગરબા થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબા પ્રતિયોગિતામાં વિજેતા બનેલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ શ્રેષ્ઠિવર્ય ડો. રાજેશભાઈ જૈન, અતુલભાઈ લાઈટવાળા, કિંચિતભાઈ ચોકસી, નિરવભાઈ તથા સૌ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.