🔥 ट्रेंडिंग चेनई में भारतीय बैंक प्रबंधक की मृत्यु... बाराबंकी के सतरिख नाका में खड़ी फोर्ड... शिवरिया में सड़क सुरक्षा: प्रमुख स्थान... मंडला में कार्यक्रम के पश्चात माननीय म... कानपुर में 23 वर्षीय महिला कांस्टेबल क... नल मेंटेनेंस के नाम पर खर्च, गांव में...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધ્રોલ તાલુકાના મોટા ઈંટાળા ગામ ખાતે જામનગર જિલ્લા કિસાન મોરચા દ્વારા “હાલો ભેરુ ગામડે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 10:31 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધ્રોલ તાલુકાના મોટા ઈંટાળા ગામ ખાતે જામનગર જિલ્લા કિસાન મોરચા દ્વારા “હાલો ભેરુ ગામડે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષશ્રી હિરેનભાઈ હિરપરાની સૂચના અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખશ્રી નવલ મુંગરાની અધ્યક્ષતામાં યોજાયેલા

આ પ્રસંગે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મૂકવામાં આવેલી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને તેના લાભોની માહિતી આપવામાં આવી.

સાથે જ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતો તથા ગ્રામજનોએ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ લખી આભારભાવ વ્યક્ત કર્યો.

આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા મંડળ મહામંત્રીશ્રી મહેશભાઈ ચિખલિયા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રીશ્રી બ્રિજરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
📲Get App