🔥 TRENDING Gujarat Installs 95 MW Solar on Govt B... Supreme Court Stays Coercive Action Ag... Ex-CM Bommai Accuses DK Shivakumar of... Karnataka Requests ₹7,500 Crore Drough... Karnataka to Launch AI Training in Gov... Gujarat Courts Halt as Lawyers Protest...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા સહકારી બેંકમાં ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવા માટે તાકીદની સામાન્ય સભા બોલાવાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 11:56 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે 12 ઓક્ટોબરે તાકીદની સામાન્ય સભા બોલાવી, જેમાં ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવા સહિતના સાત મુદ્દાઓ પર ચર્ચા થશે..

સાબરકાંઠામાં-:
મધ્યસ્થ સહકારી બેંકે 12 ઓક્ટોબરે તાકીદની સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે.આ સભામાં ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવા સહિતના કુલ સાત મુદ્દાઓ રજૂ કરવામાં આવશે.ચેરમેન હંસાબેન પટેલ સામે કોર્ટ દ્વારા ક્રિમિનલ કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો હોવાના કારણે બેંકના કેટલાક ડિરેક્ટરો અને સહકારી આગેવાનો દ્વારા તેમના પદ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા..

આ વિવાદને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો.બેંકના ડિરેક્ટર સતિષ પટેલ સહિતના સહકારી આગેવાનો બેંકની પ્રતિષ્ઠા અને સંસ્થાના હિતને લઈને રોષ વ્યક્ત કર્યો હતો.આ મુદ્દે મધ્યસ્થ કાર્યાલય સમક્ષ ધરણા ધરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ડિરેક્ટરો અને સહકારી આગેવાનોના વિરોધ બાદ હવે સત્તાધીશો દ્વારા તાકીદની સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.12 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય સભામાં ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવા સહિતના સાત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.
📲Get App